શાપર પોલીસ સ્ટેશનમાં યુવાને ઝેર પીધું તેને જોઇ સહમહિલા કર્મી બેભાન
શાપર પોલીસ સ્ટેશનમાં યુવાને ઝેર પીધું તેને જોઇ સહમહિલા કર્મી બેભાનમહિલા કર્મચારીએ યુવાન પાસેથી પૈસાની ઉઘરાણી કરતા ડખો પોલીસ સ્ટેશને પહોંચ્યો પછી થયો બખેડો
શહેરના શાપર-વેરાવળ પોલીસ મથકમાં પૈસાની લેતીદેતી મામલે ફરિયાદ કરવા પહોંચેલા યુવાને ઝેર પી લેતા તેમની સાથી મહિલા પણ બેભાન થઇ ઢળી પડી હતી. બંન્ને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના અંગે શાપર પોલીસનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.
મળતી વિગતો મુજબ મુળ ધોરાજી પાસે આવેલા કલાણા ગામના વતની અશ્ર્વિન દિનેશ ચૌહાણ નામનો (ઉ.32) યુવાન અને તેની સાથે કામ કરતી મહિલા મમતા શૈની બન્ને શાપર-વેરાવળ પોલીસ મથકમાં હતા ત્યારે બન્ને વચ્ચે માથાકુટ થતા અશ્ર્વિને ઝેરી દવા પી લીધી હતી. તેને જોઇ સાથે કામ કરતી મમતા ત્યાં જ બેભાન થઇ ઢળી પડી હતી અને બંન્ને એમ્બ્યુલન્સ મારફતે પોલીસે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડ્યા છે. આ અંગે જાણવા મળ્યું હતુ કે, બંન્ને એક કંપનીમાં સાથે કામ કરતા હોય જેથી મમતા અશ્ર્વિન પાસેથી સાડા પાંચ લાખ રૂપિયાની ઉઘરાણી કરતી હોવાથી કંટાળી ગયેલો અશ્ર્વિન શાપર વેરાવળ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યો હતો અને પોલીસે મહિલાને પણ ત્યાં બોલવતા અશ્ર્વિને આ પગલું ભરી લીધુ હતું.
જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ પર ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકની સામે રહેતા મનીષ વિનોદભાઇ જેઠવા નામના યુવાને આજે બપોરે જ્યુબેલી બગીચામાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાો હતો. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.