ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વીરનગર નજીક થયેલી 3 લાખની લૂંટમાં આઈફોનના હપ્તા ભરવા ફરિયાદી યુવાને જ લૂંટનું તરકટ રચ્યું’ તું

01:32 PM Jun 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જસદણના વાજસુરપરામા રહેતા અને ડ્રાઇવિંગ કરતાં લાલાભાઈ સુરાભાઈ કળોતરા (ઉ.વ. 25)એ હપ્તેથી આઈફોન લીધો હતો. મકાન ઉપર લોન પણ લીધી હતી. જેના હપ્તા નહીં ભરી શકતા શેઠના રૂૂા. 3.10 લાખ લૂંટાઇ ગયાની સ્ટોરી ઘડી હતી. જો કે આટકોટ પોલીસની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લાલાભાઈ જસદણમાં આવેલા પેટ્રોલ પંપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

Advertisement

ગઇકાલે પેટ્રોલ પંપની આઈસર લઇ રાજકોટમાં સીએનજી પૂરાવવા આવ્યા હતાં. પરત જસદણ જવા રવાના થયા ત્યારે સરધારમાં આવેલા શેઠના આશુતોષ નામના બીજા પેટ્રોલ પંપેથી રૂૂા. 3.10 લાખ લઇ રવાના થયા હતાં. આ રકમ તેને જસદણના પેટ્રોલ પંપમાં જમા કરાવવાની હતી. ત્યાર પછી તેણે શેઠને કોલ કરી એવી જાણ કરી હતી કે વીરનગર ગામ બહાર નીકળતાં સ્મશાન પાસે બે બાઇકમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ તેને છરી બતાવી રૂૂા. 3.10 લાખની લૂંટ કરી છે. જેથી તેના શેઠે આટકોટ પોલીસને જાણ કરી હતી. તે સાથે જ પીઆઈ આર.એસ. સાંકળીયાએ લાલાભાઈની પૂછપરછ કરી હતી. તેને સાથે લઇ પોલીસ કહેવાતા ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે સાચુ સ્થળ લાલાભાઈ બતાવી શક્યા ન હતાં.

એટલું જ નહીં પોલીસે સરધારથી વીરનગર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. પરંતુ તમાં લાલાભાઈએ જણાવેલા બાઇક સવારો દેખાયા ન હતાં. જેથી તેની ફરિયાદ શંકાસ્પદ લાગતાં તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂૂ કરી હતી. જેના અંતે લાલાભાઇએ લૂંટનું તરકટ રચ્યાનું કબૂલી લીધું હતું.તેણે આઈફોન-15 હપ્તે લીધો હતો. જેનો દર મહિને રૂૂા. 6,000ની આસપાસ હપ્તો આવતો હતો. આ ઉપરાંત રૂૂા. 2 લાખની મકાન ઉપર લોન પણ લીધી હતી. તેના હપ્તા પણ ભરી શકતો ન હતો. આ સ્થિતિમાં તેને શેઠના રૂૂા. 3.10 લાખ લઇ લેવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું. તેણે આ રકમ આઇસરમાંથી કાઢી બીજું જે ટેન્કર ચલાવતો હતો તેમાં રાખી દીધી હતી.જ્યાંથી પોલીસે આ રકમ કબજે લીધી હતી. તેની આ કેફિયતના આધારે આટકોટ પોલીસે તેના વિરૂૂધ્ધ જ ખોટી માહિતી આપવા અંગે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrobbery planVirnagarVirnagar news
Advertisement
Advertisement