મેયરના લોકદરબારમાં સ્થાનિકોએ તંત્રને આડે હાથ લીધું
વોર્ડ નં. 8માં પીવાનું પાણી અને સફાઈ મુદ્દે કંટાળેલા લોકોએ પ્રશ્ર્નોની ઝડી વરસાવી
મેયર તમારે દ્વાર કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. 8માં આજરોજ લોકદરબાર યોજવામાં આવેલ ત્યારે જ સ્થાનિકોએ પીવાનું પાણી સમયસર ન આવતું હોય અને સફાઈ પણ થતી નથી તે સહિતના મુદ્દે પ્રશ્ર્નોની જડી વરસાવી મહનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને આડેહાથ લેતા તંત્ર લોકદરબાર યોજે તોજ લોકોના કામ થઈ શકે તેમ છે. તેવી વિસ્તારમાં ચર્ચા જાગી હતી.
મેયર તમારે દ્વારે અંતર્ગત આજરોજ મંગળવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.8માંવોર્ડ ઓફીસ વોર્ડ નં.8-અ, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ પાછળ, નિર્મલા રોડ, રાજકોટખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા,કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટરડો.દર્શનાબેન પંડ્યા, પ્રીતીબેન દોશી, બીપીનભાઈ બેરા,શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
વોર્ડ નં.8માં યોજાયેલ "મેયર તમારા દ્વારે… "લોક દરબાર"માં અમીન માર્ગ પર નિયમિત સફાઈ કામગીરી કરવા બાબત,અમીન માર્ગ પર ખુલ્લા પ્લોટમાં સફાઈ કરાવવા બાબત,વૈશાલીનગરમાં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, વૈશાલીનગરમાં આંગણવાડી બનાવવા બાબત, સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં ગંદકી થાય છે સફાઈ કરવા બાબત, આમ્રપાલી વોકિંગ અંડર પાસમાં સઘન સફાઈ કરવા બાબત,રૈયા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલથી નાગરિક બેન્ક સુધીના રોડ પર રેંકડીઓના દબાણને કાયમી દૂર કરવા બાબત,યોગી દર્શન સોસાયટીની બાજુમાં અનધિકૃત ઓરડીઓ દૂર કરવા બાબત,રાજહંસ સોસાયટીની શેરીઓમાં સ્પીડ બ્રેકર કરવા બાબત, રાજહંસ સોસાયટીના થાંભલા પર રહેલા બિનઉપયોગી વાયરો દૂર કરવા બાબત, જઇઈં બેંક પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી સોલ્યુશન લાવવા બાબત,યોગી નિકેતન સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા બાબત,સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં સફાઈ, વરસાદી પાણીના નિકાલ બાબત,પંચવટી સોસાયટીમાં સ્પીડ બ્રેકર નાખવા અને પીવાના પાણીમાં ગંદુ પાણી મિશ્ન થવા બાબત,નાગરિક બેંક પાસે સીટી બસ સ્ટોપ કરવા બાબત,નવજ્યોત પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત,અમીન માર્ગ પર હાઉસિંગ બોર્ડમાં કરેલ ગેરકાયદેસર દુકાનો દૂર કરવા બાબત,ન્યુ કોલેજવાડીની પાછળ ખુલ્લા પ્લોટમાં રહેલ બાંધકામ હટાવવા બાબત,બિગ બજાર પાસે ચંદ્રપાર્કમાં ટ્રાફિકની રજુઆત,નાલંદા સોસાયટીમાં જૈન દેરાસર પાસેના ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ થાય છે,પાણીના ફોર્સ ધીમો આવવા બાબત,રાજકૃતિ સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત,વૈશાલીનગરમાં ગાર્ડન બનાવવા બાબત,ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રોડ રસ્તા બનાવવા બાબતવગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ હતી.