રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદ
રાજ્યમાં ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. અ દરમિયાન છેલ્લા 24 કલાકની રાજ્યના 122 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પાણટના સરસ્વતીમાં 2.8 વરસાદ નોંધાયો છે. જયારે નર્મદાના ડેડીયાપાડામાં 2.6, વલસાડના કપરાડામાં 2.4, સુરતના ઉમરપાડામાં 2.2 અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.
આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.