For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન

11:47 AM Jun 24, 2025 IST | Bhumika
પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો  ‘આપ’ને ઓક્સિજન

ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા

Advertisement

વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને પછડાટ આપી ગોપાલ ઈટાલિયા હુકમનો એક્કો સાબિત થયા છે ત્યારે ભાજપના ‘ઓપરેશન કમલ’થી ડઘાયેલ આમ આદમી પાર્ટીને પણ ઓક્સિજન મળી ગયો છે. હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જોરશોરથી મેદાનમાં ઉતરે તેવા સમીકરણો સર્જાયા છે.

વિસાવદરની બેઠક જીતવા ભાજપે તમામ તાકાત કામે લગાડી હતી નેતાઓની મસમોટી ફોજ પણ ઉતારી હતી સત્તા અને તંત્ર બન્ને હાથમાં હતા તેમ છતાં ભાજપના તમામ ચક્રવ્યુહ ભેદીને ગોપાલ ઈટાલિયા અત્યાર સુધીમાં કેશુભાઈ પટેલ પછી બીજા નંબરની 17,581 મતની જંગી લીડથી વિજેતા થયાં છે. ઈટાલિયાએ આ બેઠક જીતીને સાબિત કરી દીધું છે કે, ગુજરાતમાં અજેય ભાજપને પણ હરાવી શકાય છે.

Advertisement

ગોપાલ ઈટાલિયાના વિજય સરઘસમાં કેટલાક કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવતા ભારે ચર્ચા જાગી છે. આ બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસનો પણ કરૂણ રકાસ થયો છે. 1,48669 મત ઈવીએમમાં અને 117 મત પોસ્ટલ મળી કુલ 1,48786 મત પડ્યા હતાં તેમાંથી આપને કુલ 75942 તથા ભાજપને 58388 મત મળ્યા છે.

જ્યારે કોંગ્રેસને માત્ર 5501 મત મળ્યા છે, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારની ડીપોઝીટ પણ ગઈ છે. અને તેમને માત્ર 479 મત મળ્યા છે. બાપુના ઉમેદવાર કરતા નોટામાં વધુ 1716 મત પડ્યા છે.

આજયી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા, આમ જનતાની આશા અને વિશ્ર્વાસનો વિજય

યુવાનોને જાગવા અને ભાજપની તાનાશાહી સામે લડત આપવા ગોપાલ ઈટાલિયાનો લલકાર

વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો, જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુ:ખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.

ગોપાલ ઇટાલિયાએ યુવાનોને હાકલ કરતાં કહ્યું હતું કે યુવાનોને લાગણીભરી વિનંતી છે. મારા વ્હાલા યુવાનો જાગો... ક્યાં સુધી ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટ્રાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક-એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો હોય એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરે છે. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું. હે! યુવાનો આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર ભગવાને જે તાકાત મૂકી છે તેને ઓળખો. મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂૂપી આશીર્વાદ આપ્યા છે. મેં કારખાને કારખાને જઇને આશીર્વાદ લીધા હતા. હીરાઘસુ લોઢાની સાથે હીરા ઘસતાં ઘસતાં પોતાની જાત ઘસે છે, ગુજરાતને ઉપર લાવવા માટે રત્નકલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યા, આશ્વાસન આપ્યું, મત આપ્યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્ર ભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્વીકારું છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement