સરધાર ગામે બે ભાઇની એકની એક બહેનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી બે ભાઇની એક બહેન એવી 23 વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી અંજુ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.23) નામની યુવતીએ આજે વહેલી સવારે પોતાન ઘરે રૂમમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. બાદમાં સવારે માતા ઉઠાડવા જતા પુત્રી લટકતી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક અંજુ બેભાઇની એકની એક બહેન હતી તે અપરિણીત અને ઘરકામ કરતી હતી. તેણીએ આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.