For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલાના માંડરડી ગામે વાડીમાં વીજવાયર પડતા માસૂમનું મૃત્યુ

01:03 PM Feb 03, 2024 IST | Bhumika
રાજુલાના માંડરડી ગામે વાડીમાં વીજવાયર પડતા માસૂમનું મૃત્યુ

રાજુલાના માંડરડી મુકામે વીજવાયર પડતા પાંચ વર્ષના બાળકનું કમ કમાટી ભર્યું મોત થયું હતું રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને પીએમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીજાણવા મળતી વિગત મુજબ રાજુલાના માંડરડી મુકામ વાડીમાં કામ કરી રહેલા જગદીશભાઈ જીવાભાઇ બારૈયા ના પુત્ર ધાર્મિક જગદીશભાઈ બારીયા ઉપર વર્ષ 5 ત્યાં વાડીમાં રમતો હોય ત્યાં માથેથી પસાર થતી ઇલેવન કેવી નો વાયર એની માથે પડતા તેને બચાવવા માટે તેના પિતા પણ આવતા તેને પણ શોક લાગ્યો હતો જ્યારે આ પાંચ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

Advertisement

અત્રે નોંધનીય બાબત છે કે મરનાર બાળક આ માતા પિતાને એકનું એક સંતાન હોય અને બંને માનસિક રીતે ભાગી ગયેલા હોય ત્યારે આ ગરીબ પરિવાર ઉપર આભ ફાટી નીકળ્યું હતું ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કાર્યાલયથી કાનાભાઈ ગોહિલ મુકેશભાઈ ગુજરીયા સરપંચ દેવાયતભાઈ લુણી રમેશભાઈ વસોયા સહિતના હોસ્પિટલ દોડી ગયા હતા અને આ બાળકને પીએમ કરી અને યોગ્ય સહાય મળે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાને જાણ થતા ઇજનેર શ્રી બળાઇ તેમજ શ્રી રાઠોડ સહિતનો વીજ અધિકારીનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પરિવારજનોને શાંતુ ના આપી હતી અને આ ગરીબ પરિવારને યોગ્ય સહાય મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી બાદમાં વીજ અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર પણ તપાસ કરવામાં આવી હતી આ ઘટના બનતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement