For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રભાસપાટણમાં માપણી શીટમાં ચેડા કરી રસ્તો 18 મીટરનો બતાવી દીધો

11:58 AM Apr 24, 2025 IST | Bhumika
પ્રભાસપાટણમાં માપણી શીટમાં ચેડા કરી રસ્તો 18 મીટરનો બતાવી દીધો

બિનખેતીમાં ભોપાળુ પકડાતા ચાર સામે પોલીસ ફરિયાદ

Advertisement

વેરાવળ તાલુકાના મોજે પ્રભાસ પાટણના સર્વે નંબર 842/બ/પૈકીની જમીનની માપણી શીટમાં છેડછાડ કર્યા હોવાની જાણ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાને મળતા તેઓ દ્વારા ઉકત બાબતની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક સંબંધિત અધિકારીને ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી.

જે બાબતે સબંધિત અધિકારી દ્વારા તપાસ તજવીજ કરતા કોડીનાર તાલુકાના રહેવાસી ભરત અતુલકુમાર ઠકરાર, હિતેશકુમાર ધીરજલાલ ઠકરાર, મનોજકુમાર ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટ નામના શખ્સો દ્વારા પોતાના અંગત ફાયદા સારું તેઓની સર્વે નંબર 842/બ/પૈકીની બિન ખેતી જમીનનો લે આઉટ પ્લાન મંજૂર કરાવવા માટે આ સર્વે નંબરની પશ્રિમ દિશામાં આવેલ 10 મીટરના રસ્તાને ડી.આઈ.એલ.આર. ઓફિસ દ્વારા ઇસ્યુ કરાયેલ સરકારી માપણીશીટમાં છેડછાડ કરીને 18 મીટરનો બતાવી, ખોટું ડોક્યુમેન્ટ ઊભું કરી અને ખોટું ડોક્યુમેન્ટ હોવાનું જાણવા છતાં તેની લે આઉટ પ્લાનની વેરાવળ નગરપાલિકામાંથી મંજૂરી મેળવવા સાચા તરીકે ઓનલાઇન અપલોડ કરેલ હોવાનું તપાસમાં ખુલતા ગીર સોમનાથ જીલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી.આઈ. એલ. આર. ઓફિસના સ્ટાફ દ્વારા તા.22 ના ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-316(2), 318(3), 336(3),340(2) અને 54 હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement