પાટડીમાં શિક્ષકે ગૃહક્લેશથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત
યુવાનને મરવા મજબૂર કરનાર પત્ની અને સાસુ-સસરા વિરૂધ્ધ નોંધાતો ગુનો
સુરેન્દ્રનગરના પાટડી ખાતે બજાણા ફાટક નજીક ગત રોજ ટ્રેન નીચે ઝંપલાવીને રઘુવીરસિંહ રાણા નામના શિક્ષકે આત્મહત્યા કરી હતી. પારિવારિક કારણોસર શિક્ષકે જીવન ટુંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં બે યુવકોએ આત્મહત્યા કરી હતી.
સુરેન્દ્રનગરના પાટડી ગામે શિક્ષકની આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. શિક્ષકે પત્ની અને સાસુ સસરાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.બજાણા રેલવે ટ્રેક નીચે પડતું મૂકી અને શિક્ષક મનોજ પરમારે આત્મહત્યા કરી હતી.
પત્ની મિત્તલ અને સસરા રમેશ ચાવડા સાથે જ જ્યોતિ ચાવડા સામે ગુનોં દાખલ કરવામાં આવ્યો હતો. માનસિક ટોચરના કારણે શિક્ષકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ સામે કેસ દાખલ કર્યો છે, તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.