For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવરાત્રીમાં ગુજરાતમાં રૂા.3000 કરોડના વાહનો વેચાયા

04:21 PM Oct 14, 2024 IST | admin
નવરાત્રીમાં ગુજરાતમાં રૂા 3000 કરોડના વાહનો વેચાયા

85થી 90 હજાર ટૂ વ્હિલર અને 20 હજાર જેટલી કાર વેચાઇ, મોટા ભાગના વાહનોની દશેરાએ ડિલિવરી લીધી

Advertisement

શ્રાદ્ધમાં બજારોમાં રહેલી ભારે મંદી બાદ નવરાત્રિની શરૂૂઆતથી જ બજારમાં તેજી આવી ગઇ છે. તમામ ક્ષેત્રે ખરીદી થઇ રહી છે. નવરાત્રિ ઓટોમોબાઈલ સેક્ટરને ફળી છે, કેમ કે નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં કુલ 3 હજાર કરોડના વાહનો વેચાયા છે. જેમાં 900 કરોડના ટુ વ્હીલર અને 2100 કરોડની કારનું વેચાણ થયું છે. આ વેચાણ થયું છે તે પેકી 40ટકા વાહનોની ડિલિવરી દશેરાએ લેવામાં આવશે. પહેલી નવરાત્રિથી જ શહેરના તમામ ઓટોમોબાઇલ ડિલરોને ત્યાં ગ્રાહકોની લાઈનો લાગી હતી. વાહનોની મોટાપાયે ખરીદી થઈ રહી છે. તેથી ઓટોમોબાઇલ સેક્ટરમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઘણી કાર માટે તો છ મહિનાથી લઈને આઠ મહિનાનું વેઇટિંગ પણ ચાલી રહ્યું હોવા છતાં લોકો બુકીંગ કરાવી રહ્યા છે.

આખા વર્ષમાં નવરાત્રિ દરમિયાન સૌથી વધુ વાહનોના બુકિંગ થતા હોય છે, નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં થયેલા ભુકિંગ અંગે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાતના ચેરપર્સન પ્રણવ સાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રિ (દશેરાએ ડિલવરી સહિત) માં ટુ વ્હીલરના 85 થી 90 હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું. જેમાં માત્ર અમદાવાદમાં જ 12થી 13 હજાર ટુ વ્હિલર વેચાયા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 20થી 21 હજાર કારના વેચાણ થયા છે. માત્ર અમદાવાદમાં જ 4500-5000 થી કારના વેચાણ થયા છે. જેમાં બેઝિક કારથી લઈને હાઈએન્ડ કારનો સમાવેશ થાય છે.

Advertisement

આમ 10 દિવસ દરમિયાન 900 કરોડના ટુ વ્હીલર અને 2100 કરોડની કારના વેચાણ થયા છે. જે ગત વર્ષની સરખામણીમાં થયું સારુ બુકિંગ છે. આંકડાકીય માહિતી મુજબ ગત વર્ષ કરતાં ટુ વ્હીલરના વેચાણમાં 8થી 10 ટકાનો વધારો છે. કારના વેચાણમાં 6થી 8 ટકાના વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં યુવાનોમાં મોંઘી બાઈક ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેને પગલે એક કાર કરતાં પણ મોંધી બાઈક લઈને યુવાનો શહેરમાં ફરતા નજરે પડી રહ્યા છે.

બેઝિક ગાડી સામે લક્ઝુરીયસ કારનું વેચાણ વધ્યું
કોરોના બાદ ગુજરાત સહિત દેશભરમાં કારનું વેચાણ વધ્યું છે. એક તરફ લોકો બજેટમાં કારની ખરીદી કરવા માટે સેક્ધડ હેન્ડ કારની ખરીદી કરી રહ્યા છે. તેથી આ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. બીજી તરફ હવે જે લોકો નવી કાર ખરીદી રહ્યા છે તેઓ બેઝિક કારને બદલી લકઝુરીયસ કાર ખરીદી રહ્યા છે. જેને લઇને અમદાવાદ સહિત ગુજરાતભરમાં લકઝુરીયસ કારનું વેચાણ વધી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement