ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નાઘેડી વિસ્તારમાં યુવાનને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નીપજાવીસળગાવી દીધો

11:49 AM Aug 17, 2024 IST | admin
Advertisement

પ્રાથમિક તપાસમાં પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા નીપજાવ્યાની આશંકા

Advertisement

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં લહેર તળાવ થી થોડે દૂર રહેતા અને માલધારી નો વ્યવસાય કરતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુર સુમાત નામના 36 વર્ષના ચારણ યુવાનનો હત્યા કરાયેલો અને ત્યારબાદ સળગાવી દેવાયેલો મૃતદેહ તેના ઝુપડાની સામે એક ખાટલા પરથી મળી આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો, તેમજ એલસીબીની ટુકડી સહિતની પોલીસ ટિમ દોડતી થઈ હતી, અને સૌ પ્રથમ આ મામલામાં પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચારણ યુવાન કિશોર ના માથામાં બોથડ અથવા તીખણ હથીયારના ઘા મારી દઈ, વહેલી સવારે હત્યા નિપજાવ્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેના ઝુપડાની સામે ખાટલા પર મૃતદેહને રાખીને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.

જે મૃતદેહ 90 ટકા બળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પંચકોસી બી. ડિવિઝન પોલીસ તથા એલસીબી અને જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી ની ટીમ વગેરે દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.

પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને મૃતદેહ ને જીજી હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખ્યો છે, જ્યારે મૃતક ના ભાઈ પાનસુર સોમાતની ફરિયાદ ના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધી તપાસ શરૂૂ કરી છે. એક દિશામાં એવી જાણકારી પણ મળી રહી છે, કે મૃતક યુવાનની પત્ની કે જેને તેનાજ કુટુંબી સાથે અનૈતિક સંબંધ રહ્યા છે, અને તેમાં પતિ નો કાંટો કાઢી નાખવા માટે પત્ની અને તેના પ્રેમી એ આ હત્યા કર્યા ની આશંકા શેવાઇ રહી છે. જોકે હજુ સુધી આ મામલામાં કોઈ કડી મળી નથી, પરંતુ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે, અને નજીકના ભવિષ્યમાં જ આ હત્યા ના રહસ્ય પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહયું છે.

Tags :
attactdeathgujaratgujarat newsjamnaagrjamnaagrnews
Advertisement
Next Article
Advertisement