મોરબીમાં યુવાને ખાધા ખોરાકીના પૈસા ભર્યા બાદ પત્ની ઘરે ન આવતા જીવન ટૂંકાવી લીધું
ભરણ પોષણના એક લાખ રૂપિયા ચડત થઈ જતાં ત્રણ મહિનાની જેલ થઈ હતી: સસરાએ કહ્યું, પૈસા ભરી દે તું બહાર આવ એટલે પત્નીને મોકલી દઈશ, પત્ની ન આવતા એસીડ પી લીધું
મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા યુવાને એસીડ પી લઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. પરિવારજનોમાંથી જાણવા મળ્યું હતું કે, યુવકની પત્ની રિસામણે હોય અને તેણીએ ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો. જેથી તેના સસરાએ કહ્યું હતું કે તેઓ એક લાખ રૂપિયા ભરી દે એટલે પત્નીને લઈ જજે બાદમાં પત્ની ન આવતા અંતે તેમણે જીવન ટુંકાવી લીધુ ંહતું.
આ મામલે બનાવની વધુ વિગતો અનુસાર, મોરબીના માળિયા વનાળિયા પાસે ઉમિયાનગરમાં રહેતા ટપુભાઈ હમીરભાઈ પરમાર નામના 43 વર્ષના યુવાને રાત્રીના સમયે પોતાના ઘરે એસીડ પી લઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે. તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમનાપરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે, તેમની પત્ની પુજાબેન ચાર વર્ષથી રિસામણે છે તેમણે કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો તેમના રૂપિયા એક લાખ ચડત થઈ જતાં તે રૂપિયા ન ભરતા ત્રણ મહિનાની જેલ થઈ હતી.
આ મામલે ટપુભાઈના સસરાએ જણાવ્યું હતું કે, તુ એક લાખ ભરી દે એટલે તારી પત્નીને મોકલી દઈસ ત્યાર બાદ ટપુ જેલમાંથી છૂટ્યો પરંતુ સસરાએ પત્નીને ન મોકલતા ગઈકાલે રાત્રે આ પગલુ ભરી લીધું હતું ટપુભાઈને સંતાનમાં એક દીકરો અને બે દિકરી છે. તેમજ પોતે બે ભાઈ ત્રણ બહેનમાં મોટો હોવાનું અને ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેવુ જાણવા મળી રહ્યું છે.