મોરબીમાં ગૌરક્ષકોએ કતલખાને જતાં 26 ઘેટા-બકરાને બચાવ્યા
12:18 PM Jun 02, 2025 IST | Bhumika
મોરબી સહીત સૌરાષ્ટ્રના ગૌરક્ષકોની ટીમે રવિરાજ ચોકડી પાસેથી ગેરકાયદે કતલખાને ધકેલાતા 26 અબોલ જીવોને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
Advertisement
મોરબી ગૌરક્ષક વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળની ટીમને કચ્છથી રાજકોટ તરફ એક ક્રુઝરમાં અબોલ જીવોને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ટીમે રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને ક્રુઝર ગાડી જીજે 03 ઝેડ 9921 નીકળતા તેને રોકી ચેક કરતા ઘેટા બકરા જીવ નંગ 26 ક્રુરતાપૂર્વક સીટો કાઢીને કાચમાં પડદા મારીને ટૂંકા દોરડાથી હલનચલન ના કરી સકે તેવી રીતે બાંધી કતલખાને ધકેલવામાં આવી રહ્યા હતા અબોલ જીવોને બચાવી મુદામાલ મોરબી પોલીસ મથકને સોપવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement