લોધિકાના મેટોડામાં અમરેલી પંથકના યુવાને બેરોજગારીથી કંટાળી ર્ક્યો આપઘાતનો પ્રયાસ
મૂળીના લીમલીમાં યુવાને ઝેરી દવા પી લેતા તબિયત લથડી
મૂળ અમરેલી પંથકના અને હાલ લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતા રત્નકલાકારે આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકે લીધેલી લોન વસુલવા ફાયન્સ વાળા ટોર્ચર કરતા હોવાથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આપેક્ષ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી પંથકના વતની અને હાલ લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં રહી હીરા ઘસી પરિવારનું ગુજરાન ચાલવતા હરેશ તેજાભાઇ રાઠોડ નામનો 36 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હરેશભાઇ રાઠોડે બે વર્ષ પૂર્વે અમરેલીમાં બઝાજ ફાયન્સમાંથી લોન લીધી હતી. જે લોન વસુલવા ફાયન્સવાળા ટોર્ચર કરતા હોવાથી હરેશભાઇ રાઠોડે ઝેરી દવા પી લીધી હોવાનું તેમની પત્નીએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મૂળી તાલુકાના લીમલી ગામે રહેતા રવિ પ્રતાપભાઇ બાબરીયા નામના 25 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.