મહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યું
મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતો એક આધેડ ગામમાં જ રહેતી ત્રણ માસુમ બાળાને આઇસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઇ ગયો હતો અને કાંટાની ઝાડીમાં આ બાળાઓને ગુપ્તાંગ બતાવ્યું હતું.
જો કે, આ સમયે જ ગામની એક મહિલા એક બાળાને જોઇ ગઇ હતી અને તે તપાસ માટે જતા જ આધેડ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આરોપી સામે પોકસો અને અપહરણ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની વિગત એવી છે કે, 50 વર્ષ કરતા વધુ ઉમર ધરાવતો પુના ઉર્ફે પુનજી ડોળશીયા નામનો શખ્સ ત્રણ કિશોરીઓ કે, જેમાં બે કિશોરીની ઉમર તો માત્ર છ થી આઠ વર્ષની હતી તેમને આઇસ્ક્રીમ ખવડાવવાનું જણાવી પોતાની સાથે લઇ ગયો હતો અને ત્યાર બાદ ત્રણે કિશોરીને ઝાડી ઝાંખરામાં લઇ ગયા બાદ તેમને ગુપ્તાંગ બતાવું હતું. આધેડની આ હરકતથી ત્રણે કિશોરી ગભરાઇ ગઇ હતી. આ સમયે એક કિશોરી થોડી દુર હતી અ્ને તેને ગામની એક મહિલા જોઇ જતાં તેણે અહી શુ કરે છે ? તેમ પુછ્યું હતું. આ કિશોરીએ તેમને પુનજી લાવ્યો હોવાનું જણાવી તે ઝાડી ઝાંખરામાં હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં બનાવની જાણ થતાં ગામના લોકો પણ દોડી આવ્યાં હતા અને તપાસ માટે જતા આરોપી પુના ઉર્ફે પુનજી ડોળાશીયા ફરાર થઇ ગયો હતો.
આરોપી પુના ઉર્ફે પુનજી પરણીત છે અને તેના દિકરાના ઘરે દિકરાઓ છે ત્યારે તેણે આ પ્રકારની હરકત કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી હાલ ફરાર થઇ ગયો છે અને તેને શોધવા માટે અલગ અલગ સ્થળે ટીમો રવાના કરાઈ છે. જે ત્રણ બાળકીને આરોપી પોતાની સાથે લઇ ગયો હતો તે ત્રણે કિશોરીઓ પિતરાઇ બહેનો છે. સમયસર એક યુવતીની નજર પડી જતાં અઘટીત ઘટના બનતા અડકી ગઇ હતી.આરોપી ફરિયાદીના ઘર નજીક રહેતો હોવાનું જાણવા મળ્યું છે.