For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના માધવીરપુરમાં યુવાને પત્ની સાથે ફોનમાં રકઝક થતાં જાત જલાવી લીધી

01:22 PM Oct 10, 2025 IST | Bhumika
જસદણના માધવીરપુરમાં યુવાને પત્ની સાથે ફોનમાં રકઝક થતાં જાત જલાવી લીધી
oplus_2097184

ગોંડલમાં નવનિર્મિત બિલ્ડિંગના બીજા માળે રમતો પાંચ વર્ષનો માસુમ પટકાયો

Advertisement

જસદણના માધવીરપુર ગામે ડેમમાં મચ્છી પકડવાનું કામ કરતાં શ્રમિક યુવકને વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં બોલાચાલી થતાં યુવાને પોતાની જાતે જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

મુજબ જસદણ તાલુકાના માધવીપુર ગામે આવેલા ડેમમાં મચ્છી પકડવાનું કામ કરતાં મનોજકુમાર ચૈતરભાઈ સહાની નામનો 30 વર્ષનો યુવાન રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં ડેમ પાસે હતો ત્યારે પોતાની જાતે પેટ્રોલ છાંટી કાંડી ચાપી લીધી હતી. ગંભીર રીતે દાજી ગયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મનોજકુમાર સહાની મુળ બિહારનો વતની છે અને ચાર ભાઈમાં મોટો છે.

Advertisement

વતનમાં દિવાળી કરવા જાય તે પૂર્વે જ પત્ની સાથે મોબાઈલમાં ઝઘડો થતાં પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં રહેતાં પરિવારનો રાહુલ મુકેશભાઈ રાવલ નામનો પાંચ વર્ષનો માસુમ બાળક નવનિર્મિત બિલ્ડીંગના બીજા માળે રમતો હતો ત્યારે રમતા રમતા અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement