કેશોદમાં બ્રિજ સાથે લોડર અથડાતા ગર્ડર તૂટીને પડતા ગાડીનો બુકડો, ચાલક માંડ-માંડ બચ્યો
12:27 PM Dec 04, 2025 IST | Bhumika
જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બની રહેલા કેશોદ અંડરબ્રિજમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં અંડરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલું એક ભારે લોડર વાહન બ્રિજના ગર્ડર સાથે અથડાતા ગર્ડરનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. સ્થાનિક દુકાનદારે કહ્યું હતું કે, વેલ્ડિંગ બરાબર નહોતું, જો ટુવ્હિલર પર પડ્યું હોત તો માથું ફાડી નાખત. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ તૂટેલું ગર્ડર એક વાહન પર પડતા વાહનને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
Advertisement
Advertisement