ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં રસ્તા-ઢોરની સમસ્યા સામે ખુદ ભાજપના ધારાસભ્ય પડયા મેદાને

11:37 AM Sep 14, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જુનાગઢ શહેરને રખડતા પશુ, ભુગર્ભ ગટર, તૂટેલા રસ્તાઓ, હવે ધૂળિયા રસ્તાઓ અણધડ વહીવટ મુદ્દે લોકો અને વિપક્ષ અનેકવાર રજૂઆત કરી થાકી ગયા પરંતુ જૂનાગઢની સ્થિતિમાં સુધારો થતો નથી અલબત્ત મુખ્યમંત્રીએ પણ જુનાગઢમાં આવીને બે બે વાર ટકોર કરી છતાં પણ હજુ જુનાગઢની હાલત સુધારતી નથી. હાલમાં જુનાગઢ મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન છે.

દોઢ માસ પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટર્મ પૂરી થઈ ગઈ છે. હવે ખુદ જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા મેદાનમાં આવ્યા છે. તેમણે વિવિધ દસ મુદ્દે મનપાના કમિશનરને શહેરીજનોની વ્યથા કહી છે અને કહ્યું છે કે તમારા વહીવટના લીધે જુનાગઢની પ્રજા અને જુનાગઢ આવતા પ્રવાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે. હવે તમે જુનાગઢને કેવી કેવી રીતે સુધારી શકશો તેના સૂચનો કર્યા છે.

હાલમાં જુનાગઢ શહેરમાં ચોતરફ રખડતા પશુઓ, ભૂગર્ભ ગટરના કારણે આડેધડ ખોદેલા રસ્તાઓ, થોડાક સમય પહેલા બનાવેલા રસ્તાઓની કાકરી ઉડી ગઈ અને હાલ ધૂળિયું ગામ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે મનપા બન્યાને બે દાયકા બાદ પણ હજુ ફિલ્ટર વાળું પાણી મળતું નથી, આડેધડ નોનવેજનું વેચાણ કરવામાં આવે છે, ઘાસચારા વેચવા પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ઘાસચારો વેચવામાં આવે છે.

નવા બનાવેલા રસ્તા ફરી આયોજનના અભાવે તોડવા પડે છે આવી અનેક સ્થિતિથી અનેક લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને અકસ્માતના ભોગ બની રહ્યા છે હવે તો જુનાગઢને સુધારો તેવું ખુદ ભાજપના જ ધારાસભ્ય એ કહેતા હાલ જુનાગઢ અને સમગ્ર ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે.

Tags :
BJP MLAgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Advertisement