ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢમાં યુવાને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

11:49 AM Oct 15, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢમાં સક્કરબાગ પાસે આવેલા રામદેવપરા વિસ્તારમાં રહેતા યુવાન દારૂના નશામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં સક્કરબાગ પાસે આવેલા રામદેવપરા વિસ્તારમાં રહેતા સંજય નારણભાઈ પરમાર નામનો 35 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના આરસામાં પોતાના ઘરે હતો ત્યારે દારૂના નશામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં સંજય પરમાર બે ભાઈ બે બહેનમાં નાનો અને અપરણીત છે અને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ધોરાજી તાલુકાના નાની પરબ વાવડી ગામે રહેતી તસ્લીમબેન યુસુફભાઈ ઠેબા નામની 30 વર્ષની પરણીતા 20 દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે અકસ્માતે લપ્સી પડી હતી. ગંભીર રીતે ઘવાયેલી પરણીતાને જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક પરિણીતાને સંતાનામં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSsuicide
Advertisement
Next Article
Advertisement