જૂનાગઢમાં ધો.10માં ત્રણવાર નાપાસ થતાં કિશોરીનો આપઘાત
નાપાસ થયા બાદ ગુમસુમ રહેતી કિશોરીએ ગળેફાંસો ખાઇ લીધો
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વૈશાલી સોમાભાઈ ભડેલીયા નામની કિશોરીએ પોતાના ઘરે ઈલેક્ટ્રીક પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. આ અંગેની જાણ થતા તાલુકા પીએસઆઇ એસ. કે. ડામોર, એએસઆઈ આર. એમ. ગરચરે દોડી જઈને તરુણીનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીકરીનાં આત્મઘાતી પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
દીકરીનાં અમોત અંગે મૃતકના પિતા મજૂરી કામ કરતા સોમાભાઈ બટુકભાઈ ભડેલીયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, પત્ની દીકરો અને દીકરી વૈશાલી સાથે ખામધ્રોળ રોડ વિસ્તારમાં રહું છુ. દીકરી વૈશાલીએ ધોરણ 10ની 3 વખત પરિક્ષા આપી હતી. પરંતુ ત્રણેય વખત નાપાસ થઈ હતી. જેના કારણે ગુમસુમ રહેતી હતી અને લાગી આવતા વૈશાલીએ ધોરણ 10ની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થતાં ટેન્શનના કારણે ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ નિવેદનના આધારે એએસઆઈ ગરાચરે વધુ તપાસ હાથ ધરી હતી.