For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાં માત્ર 10 સેક્ધડમાં 30 થી વધારે વિદ્યાર્થીઓનો જીવ બચ્યો

12:09 PM Jul 03, 2024 IST | Bhumika
હળવદમાં માત્ર 10 સેક્ધડમાં 30 થી વધારે વિદ્યાર્થીઓનો જીવ બચ્યો
Advertisement

છેલ્લા ચાર દિવસથી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગની શરૂૂઆત કરી છે સતત ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને હળવદ પર મહેરબાન થયા છે ત્યારે ગતરોજ મોડી રાત્રે હળવદમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાથે જ બ્રાહ્મણી 2 ડેમાં નવા નીર ની આવક થતા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. જેને લઇને મયુર નગર નજીક બેઠા પુલ પરથી પાણીનો પ્રવાહ પસાર થતા બેઠો પુલ પાણીમાં ધોવાઈ ગયો હતો જેને લઇને મયુર નગર અને રાયસંગપુર જવા આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. બંને ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા ત્યારે બનાવવાની જાણવા માટે વિગત પ્રમાણે રાયસંગપુરના 30થી વધુ વિદ્યાર્થીઓ મયુર નગર શાળા જતા હોય તે સમયે માત્ર 10 સેક્ધડ ના અંતરમાં પુલ તૂટી જતા વિદ્યાર્થીઓ બચી ગયા હતા.

Advertisement

જો આ અઘટિત ઘટના ઘટી હોય તો જવાબદાર કોણ બનત એ પણ એક સવાલ છે છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે 3 થી 4 વખત આ પુલ તૂટી ચુક્યો છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેઓ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. નેતાઓ દ્વારા ચૂંટણી વખતે વાયદાઓ આપવામાં આવે છે પરંતુ આ જ દિવસ સુધી ક્યારે પણ આ પુલને નવો બનાવવામાં આવ્યો નથી અને હજુ પણ આવી જ રીતે ચાલશે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો સામે કાંઠે સ્મશાન હોય કોઈ વ્યક્તિ ગુજરી જાય તો તેની અંતિમ યાત્રા તેમજ અંતિમ ક્રિયા કરવી પણ મુશ્કેલ બની જાય વાડીએ જવા માટેનો તેમજ રાયસંગપર જવા માટેના રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેથી ગ્રામજનોમાં રોજ જોવા મળી રહ્યો છે હવે જુઓ એ રહ્યું કે તંત્ર કોઈ હજુ મોટા કાંડની રાહ જોશે કે પછી તાત્કાલિક ધોરણે કામગીરી થશે અનેક વખત ગ્રામજનો રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કામગીરીના નામે હજુ પણ કંઈ કરવામાં આવ્યું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement