હળવદમાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પાડોશી શખ્સે જ નિદ્રાધીન યુવાનનું ઢીમ ઢાળી દીધું
પાઇપના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, હત્યાનો ગુનો નોંધાયો, આરોપી હાથવેંતમાં
હળવદ શહેરના વોર્ડ નંબર 7માં પંચમુખી ઢોરા વિસ્તારમાં ડ્રાઇવિગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન રાત્રે ઘરની બહાર ખાટલામાં સૂતો હતો અને તે દરમિયાન કોઈ અજાણ્યા હુમલાખોરોએ તેની પર પાઇપથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતોં જ્યારે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો મૃતક યુવાન સુખદેવ ઉર્ફે કાળુ ઝીંઝુવાડીયા ઉંમર વર્ષ 33 ઘરની બહાર ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા હુમલાખોરોએ પાઈપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો જોકે હત્યા કોણે કરી ? શા માટે કરી? તે દિશામાં પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે તો સાથે જ લાશને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે.હત્યાનો બનાવ પંચમુખી ઢોરા વિસ્તારમાં બનતા પરીવારજનોમા કલ્પાંત સર્જાયો હતો.
હળવદમા ગતકાલે થયેલી હત્યામાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી પાડોશીએ જ યુવાનની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે હવે પલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં ગતકાલે બની ઘટનામાં ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિંઝુવાડીયાની ગઇકાલે હત્યા થઇ હતી. આ ઘટનામાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પત્ની સાથે આડાસંબંધ હોવાથી ઘર જમાઈ તરીકે રહેતા ભરતભાઈ બાબુભાઈ દેવીપુજકે પાઈપ જેવા હથિયાર વડે સુખદેવને માથાના ભાગે ઘા ઝીંકીને હત્યાને અંજામ આપ્યો હતો. આ મામલે મૃતકના સુખદેવના પિતાએ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.