રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં 122 ટકા વરસાદ સામે 96 ટકા વાવેતર થયું

04:00 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગઇકાલ સુધીમાં 3.58 ફૂટ પાણી પડ્યું, જુલાઇ-ઓગસ્ટમાં 2.89 ફૂટ પાણી ખાબકતા જળબંબાકાર

18 જિલ્લામાં અતિવૃષ્ટિ, કચ્છમાં 183 ટકા અને સૌરાષ્ટ્રમાં 124 ટકા વરસાદ થયો

વર્તમાન ચોમાસામાં કુલ સરેરાશ 883 મીલીમીટર વરસાદની સામે સરેરાશ 1074 મીલીમીટર અર્થાત રાજ્યના સરેરાશ વરસાદની સામે 122 ટકા જેટલો વરસાદ પડયો છે. એમાં પણ રાજ્યના કુલ 33 જિલ્લા પૈકી 26 જિલ્લામાં 100 ટકા કરતા વધારે અને બાકીના 7 જિલ્લામાં 75થી 100 ટકા જેટલો વરસાદ પડયો છે, જેમાંથી રાજ્યના કુલ 251 તાલુકામાંથી 115 તાલુકામાં તો 1000 મીમી કરતા વધુ, 116 તાલુકામાં 500થી 1000 મીમી અને માત્ર 20 તાલુકામાં 250થી 500 મીમી જેટલો વરસાદ પડયો છે.

ઝોન પ્રમાણે જોઈએ તો, કચ્છ જિલ્લો, સૌરાષ્ટ્રના 6 જિલ્લા, ઉત્તર ગુજરાતનો એક જિલ્લો, મધ્ય ગુજરાતના 3 અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં અતિભારે વરસાદ પડયો છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, રાજ્યના કુલ 33માંથી 18 જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં હાલના ભારે વરસાદને કારણે ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાકમાં બલ્લે-બલ્લે થઈ પડરો પણ આ ચોમાસામાં તેમને ઘણું વેઠવું પડે. તેવી સિતિને નકારી શકાતી નથી.

આ ચોમાસામાં માસ દીઠ વરસાદની પેટર્ન જોઈએતો જૂનમાં 115 મીમી, જુલાઈમાં 425 મીમી, ઓગસ્ટમાં 442 મીમી અને 8મી, સપ્ટેમ્બર સુધીમાં 94 મીમી વરસાદ પડયો છે એટલે કે ચોમાસાની શરૂઆતની સાથે જ જૂન, જૂલાઈ, ઓગસ્ટ તથા સપ્ટેમ્બરના 8 દિવસમાં સતત વરસાદ વરસતો રહ્યો છે. જેની સીધી અસર ડાંગર, બાજરી, જુવાર, મકાઇ જેવા ધાન્ય પાકોના વાવેતર કે ઉભા પાકો ઉપર વિપરિત અસર થઇ છે. એવી જ રીતે તુવેર, મગ, મઠ, અડદ સહિતના કઠોળના વાવેતર, મગફળી તલ, દિવેલા, સોયાબિન સહિતના તેલિબિયાં અને કપાસ, તમાકુ, ગુવાર, શાકભાજી સહિતના અન્ય પાકો ઉપર પણ આ ભારે-અતિભારે (અતિવૃષ્ટિ) વરસાદની ખરાબ અસર પહોંચી છે. ખેતરોમાં પાણીના ભારે ભરાવા અને નદીઓના પૂરના પાણી ફરી વળવાને કારણે વાવેતર કે ખેતીની જમીન ધોવાઈ ગઈ છે ત્યાં તો પાકને નાના-મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમ્યાન સરેરાશ 883 મીલીમીટર વરસાદની સામે કુલ 85,58,815 પેક્ટર જમીનમાં પાન્ય, કઠોળ, તેલિબિયાં, કપાસ સહિતના વિવિધ પાકોનું વાવેતર થાય છે પરંતુ આ વખતે 82,34,200 હેકટર જમીનમાં એટલે કે કુલ સરેરાશ વાવેતર વિસ્તારની સામે 96 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.
ઉલ્લેખનીય મુદ્દો એ છે કે, કચ્છ જિલ્લામાં તેના સરેરાશ વરસાદની સામે 183 ટકા જેટલો વરસાદ પડયો છે અને અહીં 5,65,550 સેક્રેટર જમીનમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્રમાં 37,18,400 હેક્ટરમાં વાવેતર થયું છે.

ઉત્તર ગુજરાતમાં 105 ટકા વરસાદની સાથે 17,09,800 હેક્ટરમાં વાવેતર થયું છે. મધ્ય ગુજરાતમાં 117 ટકા વરસાદની સામે 15,38,000 હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાતમાં 124 ટકા વરસાદની સામે 7,03,500 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. આમ ગુજરાતમાં કુલ 5 ઝોનના 33 જિલ્લામાં કુલ સરેરાશ 122 ટકા વરસાદની સામે 82,34,200 હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે.

Tags :
gujaratgujarat newsplantingRainFall
Advertisement
Next Article
Advertisement