ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત
ધ્રાંગધ્રાના ગોપાલગઢમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો . પિતાનાં ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ . યુવકનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામે રહેતા સુજલ શંભુભાઇ લોહીયા નામનાં 18 વર્ષનાં યુવકને તેનાં પિતાએ બે દીવસ પુર્વે કામ કરવા મુદે ઠપકો આપ્યો હતો પિતાનાં ઠપકાથી માઠુ લાગી આવતા સુજલ લોહીયાએ ઝેરી દવા પી લીધી હતી . યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી.
મૃતક યુવાન ત્રણ ભાઇ એક બહેનમા વચેટ હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમા મોરબીનાં સોરડી ગામે મજુરી અર્થે આવેલો ચંદ્રકુમાર મોધનભાઇ ચોધરી નામનો 40 વર્ષનો બીહારી યુવાન પોતાનુ બાઇક લઇને રફાળા ગામ રોડ પર જઇ રહયો હતો તે દરમ્યાન અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમા મળી આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવાને રાજકોટ સારવારમા દમ તોડતા શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો . ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
