રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના પાંચિયાવદરમાં પિતાએ ઠપકો આપતા પુત્રીએ વખ ઘોળ્યું

02:10 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામે ખેત મજૂરી અર્થે આવેલી સગીરાને પિતાએ ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠું લાગતા સગીરાએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી દીપિકાબેન કૃષ્ણભાઈ મોહરે નામની 17 વર્ષની સગીરાને તેના પિતાએ ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠું લાગી આવતા પુત્રી દીપિકા મોહરેએ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સરધારમાં રહેતા ભીખાભાઈ રણછોડભાઈ વાઘેલા નામના 50 વર્ષના આધેડ ચોટીલા તાલુકાના સાલખડા ગામે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે પથ્થર માર્યો હતો. જ્યારે મોરબીના સનાળા ગામે રહેતા મંગુબેન કાળુભાઈ વાઘેલા નામની 41 વર્ષની પરિણીતા સનાળા ગામમાં હતી ત્યારે સાગર બહાદુર અને નાગજી બહાદુર નામના શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement