For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના અનિડામાં વીજધાંધિયાથી પરેશાન ગ્રામજનોનું કચેરીમાં હલ્લાબોલ

12:06 PM Aug 31, 2024 IST | Bhumika
ગોંડલના અનિડામાં વીજધાંધિયાથી પરેશાન ગ્રામજનોનું કચેરીમાં હલ્લાબોલ
Advertisement

ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે PGVCLસામે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. અંદાજિત 3500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વારંવાર ખોરવાતા વિજ પુરવઠાની ફરિયાદો ગ્રામજનો કરીને થાકી ગયા છે. ગ્રામજનોની ફરિયાદ PGVCLના અધિકારીઓના બહેરા કાને અથડાતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી છે.

ગામમાં ખેતીવાડી અને રહેઠાણ સહિત છેલ્લા 7 દિવસથી વિજ પુરવઠા ને લઈને ધાંધિયા છે. વીજળીના ધાંધિયા થી પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલું ટોળું શુક્રવારે મોડી સાંજે ગોંડલ PGVCLકચેરીએ દોડી આવ્યું હતું. અનિડા ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત 150 જેટલા લોકોએ ઙૠટઈકકચેરી ખાતે રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ વિજ ધાંધિયાને લઈને PGVCLકચેરીએ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. દિવસ 4 માં ગામમાં વારંવાર ખોરવાતો વિજ પુરવઠાનો પ્રશ્ર્ન હલ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ગ્રામજનોએ આપી હતી.

Advertisement

અનિડા ગામના વતની દિવ્યેશ ભાલોડીએ જણાવ્યું કે છેલ્લા સાત દિવસથી ખેતીવાડીને ઘર માટે લાઇટ આવી જ નથી.સિંગલ ફેસ પણ નહીં. ખેડૂતોએ અત્યારે પાણી ની કુંડી ભરવાની, માલ ઢોર હોય, મજૂર વર્ગ હોય તો એના માટે શું કરવું? એટલે અમે આજે અત્યારે ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અમે ચાર દિવસની તેમને રીપેરીંગ માટે મુદત આપી છે. જો ચાર દિવસમાં કામ નહીં થાય તો અમે વીજ કંપનીની કચેરીમાં ધરણા પર બેસીશું.

અનિડા ગામના સરપંચ સામતભાઈ બાંભવાએ જણાવ્યું કે છેલ્લા સાત દિવસથી અમારા ગામમાં લાઈટનો પ્રોબ્લેમ છે. પીજીવીસીએલના અધિકારીઓ ફોન ઉપાડતા નથી. ફોન ઉપાડે તો સરખો જવાબ મળતો નથી. અમે હેલ્પરને અનેક વાર કોલ કર્યા પરંતુ હેલ્પર ફૂલ જ હોઈ છે વરસાદને કારણે રાત્રે વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાય છે. હેલ્પર વીજ લાઈનના ફોલ્ટ રીપેરીંગ કરવા માટે આવતો નથી. 66 કેવી કચેરીમાં હાજર કર્મચારીઓ પણ ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરે છે. ચાર દિવસમાં તમારી માંગણી પૂરી નહીં થાય તો સમગ્ર ગામ પીજીવીસીએલની કચેરી બહાર ધરણા પર બેસીશુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement