ગોંડલમાં ધારાસભ્ય આયોજિત તુલસી વિવાહમાં મુખ્યમંત્રી જાનૈયા બન્યા
ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન કોલેજચોક માં આવી પંહોચતા સ્વાગત કરાયુ હતુ.સમસ્ત વાછરા ગામ જાન માં જોડાયુ હતુ.બાદ માં બેન્ડવાજા ની સુરાવલીઓ સાથે ધામધૂમપૂર્વક વરઘોડો નિકળ્યો હતો.જેમાં હાથી ઉપર શાલીગ્રામ ભગવાન બિરાજ્યાં હતા.ઉપરાંત ઘોડા,ઉંટ,રથ,બગીઓ ઉપરાંત રાસ મંડળીઓ જોડાઇ હતી.અને ધારાસભ્ય નાં નિવાસસ્થાને પંહોચ્યા હતા.જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શાલીગ્રામ ભગવાન અને તુલશીમાતા નાં લગ્ન સંપ્પન થયા હતા.
તુલશીમાતા નાં માવતર ધારાસભ્ય નાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) તથા તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યા હતા.જ્યારે શાલીગ્રામ ભગવાન નાં માવતર વાછરા નાં સરપંચ ભરતભાઇ ચોથાણી અને ભરતભાઇ ગમારા બન્યાં હતા. સાંજે સાત કલાકે જાન વિદાય થઈ હતી.
તુલશીવિવાહ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,દર્શીતાબેન શાહ, ડો.મહેન્દ્રભાઇ પાડલીયા,પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,સાંસદ રામભાઈ મોકરીયા,પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રિવર સાઈડ પેલેસ માં ભોજન સમારોહ રખાયો હતો.જેમાં અંદાજે વીસ હજાર લોકોએ ભોજન લીધુ હતુ.બાદ માં રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં યોજાયેલ લોકડાયરા માં મેદાન ટુંકુ પડ્યું હોય તેમ અકડેઠ્ઠ પબ્લિક એકઠી થઇ હતી.લોકડાયરા માં પ્રથમ વખત મહીલાઓ ની વિશેષ હાજરી હતી.સંગ્રામસિંહ હાઈસ્કૂલ નું મેદાન ભરચક બન્યું હતુ.કીર્તીદાન ગઢવી,દેવાયત ખવડ,કિંજલ દવે, બીરજુભાઇ બારોટ ધીરુભાઇ સરવૈયા સહિત નાં કલાકારો એ મોડી રાત સુધી જમાવટ કરી હતી.કલાકારો પર રુપીયા નો વરસાદ વરસ્યો હતો.