ગીર સોમનાથ જિલ્લામાં ફોર વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ32AGના નંબરો માટેની હરાજી થશે
તા.08/11/2024થી તા.10/11/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા ફોર વ્હિલર મોટર વાહનોની નવી સીરિઝ ૠઉં32અૠના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તા.08/11/2024 04:00 ઙખથી તા.10/11/2024 03:59 સુધી ઓનલાઇન અરજીની કરવાની રહેશે. આ ઈ-હરાજીમાં ઓનલાઇન બીડીગ તા.10/11/2024 04:00 ઙખથી 13/11/2024 03:59 સુધી કરી શકાશે.શરતો અને પ્રક્રિયામાં ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો સહિતની વિગતવાર સુચનાઓ આપેલ છે.
વાહન ખરીદીના 7(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5(પાંચ) દિવસમાં નાણા જમા કરાવના રહેશે. અરજદાર જો નિયત સમયમાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલ રકમને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમ્યાન ચુકવણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવવાના રહેશે.
હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને તેઓની મૂળ રકમ તેઓએ જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ માધ્યમથી નાણા, અરજદારને જે તે ખાતામાં જ.ઇ.ઈં. ઊ-ઙઅઢ દ્વારા કચેરીથી પરત કરવામાં આવશે.ઓનલાઈન ઈ-હરાજી ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની રહેશે. અને વાહન ખરીદીના 60 દિવસ અંતર્ગત જ સદર હરાજીમાં ભાગ લઇ શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.