ગારિયાધારમાં પ્રેમી યુવક અન્ય સાથે વાત કરતાં કિન્નરનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગારિયાધારમાં પ્રકાશમાં આવેલાં આપઘાતના એક અજીબો ગરીબ બનાવમાં અન્ય કિન્નર સાથે પ્રેમી યુવક વાત કરતાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. જો કે, આપઘાત પૂર્વે કિન્નરે પ્રેમીને રૂૂમમાં પુરી દિધો હતો.
લાઠી તાલુકાના રાભડા ગામે રહેતા પ્રકાશ ધીરૂૂભાઈ વાઘેલાએ બે વર્ષ પહેલા પ્રકાશ ઉર્ફે તુલસી નામક કિન્નર બની ગયો હતો.અને ગારિયાધારના યુવાન અતુલ પ્રવીણભાઈ ચૌહાણ સાથે બે વર્ષથી મૈત્રી કરારમાં હતો.અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પણ પાંગર્યો હતો.દરમિયાનમાં કિન્નર ગત રોજ નાની વાવડી રોડે આવેલી એક વાડીએ મિત્ર અતુલ સાથે વાડી માલિકને મળવા ગયો હતા.
જયાં અતુલે અન્ય કિન્નર સાથે બોલચાલ શરૂૂ કરતાં તુલસીને આવાત ગમી ન હતી. તેણે પ્રમીને વાડીમાં આવેલી રૂૂમમાં બંધ કરી ઓશરીની છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.જો કે, અતુલે દેકારો કરતા આસપાસના લોકો એકત્ર થઈ જતા બારણું ખોલી અતુલને બહાર કઢાયો હતો.જો કેબેશુદ્ધ અવસ્થામાં કિન્નરને નજીકની હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ સંદર્ભે ગારિયાધાર પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.