For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરની આઠ શાળામાં બાળાઓને પોક્સો એક્ટની અપાઈ સમજ: 410 વિદ્યાર્થિનીઓ જોડાઈ

12:09 PM Feb 08, 2024 IST | Bhumika
જામનગરની આઠ શાળામાં બાળાઓને પોક્સો એક્ટની અપાઈ સમજ  410 વિદ્યાર્થિનીઓ જોડાઈ

જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતી આઠ શાળામાં ગઈકાલે પ્રોબે. ડીવાયએસપી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ કે.એસ. માણીયા તથા સ્ટાફે ધો.7થી 12માં અભ્યાસ કરતી બાળાઓ માટે પોક્સો એક્ટ અંગે જાણકારી આપવા કાર્યક્રમ યોજાયો હતો. પ્રણામી, હરિયા, જે.પી. સોઢા, સૂર્યદીપ, પટેલ, ક્રિષ્ના તેમજ કેન્દ્રીય વિદ્યાલય અને શિશુવિહાર હિન્દી સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં 410 બાળોએ ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં મોબાઈલના વધેલા ચલણમાં સોશિયલ મીડિયાના સારા-નરસા પાસાની સમજણ આપવામાં આવી હતી અને નકારાત્મક પાસાથી દૂર રહેવા વિગતો અપાઈ હતી. આ વેળાએ ચાર સૂત્રો બાળાઓને સમજાવવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement