For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં કાળિયા ઠાકરને યજ્ઞોપવીત્ર ધારણ કરાવાઇ

11:09 AM Aug 20, 2024 IST | admin
દ્વારકામાં કાળિયા ઠાકરને યજ્ઞોપવીત્ર ધારણ કરાવાઇ

ગોમતીમાં સ્નાન કરી ભૂદેવોએ ધારણ કરી નવી જનોઇ

Advertisement

યાત્રાધામ દ્વારકા જગતમંદિરે શ્રાવણ માસ પર્વ રક્ષાબંધનના દિવસે કાળિયા ઠાકોરને પ્રવિણભાઇ તેમજ નેતાજી પુજારી પરીવાર દ્વારા વેદિક મંત્રોચાર તેમજ પુંજન વિધી કરી બોપરના સમયે રાજભોગ મિઠા જલ ઉપરાંત નૂતન યજ્ઞોપવિત્ર વૈદિક મંત્રોચાર સાથે કપુરની આરતી કરી ગાયત્રી મંત્ર સાથે યજ્ઞોપવિત્ર ધારણ કરાવામાં આવ્યૂં હતું. તેમજ ઠાકોરજીને રાખડી અર્પણ કરવામાં આવી હતી.

જે દર્શનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લિધો હતો.
શ્રાવણ માસના પર્વ રક્ષાબંધના મોટા તહેવાર નિમિત્તે ભારત ભરમાં હિન્દુ શાસ્ત્રો નિયમ મુજબ જનોઈ બદલાનો મહિમા હોય છે. ત્યારે આજે ગોમતી ઘાટ ઉપર હિન્દુ શાસ્ત્રો મુજબ ગુગળી બ્રામણ 505 અને લોહાણા સમાજના પુરૂૂષોએ પવિત્ર ગોમતી નદિમાં સ્નાન કરી શાસ્ત્રોત મંત્રોચારથી પુજન વિધી કરી યજ્ઞ પવિત્ર (જનોઇ) બદલાવામાં આવી હતી. દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા-પુજા કરતા ગુગ્ગળી બ્રાહ્મણ 505 જ્ઞાતી જનો અબોટી બ્રામણ લોહાણા સમાજના વૂધ્ધો યુવાનો સહિતના લોકોએ સમુહ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ ધારણ કરાઇ હતી. આજે શ્રાવણી બળેવ પુનમના સંખ્યા બંધ ભાવિકો વહેલી સવારના ગોમતી સ્નાન કરવા પહોચ્યા હતા. ગોમતી સ્નાન બાદ ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

દ્વારકાધીશ જગત મંદિરે બળેવ પુનમના ઠાકોરજીને અલૌકિક શણગાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી દ્વારકાધીશના દર્શન કરવા છપ્પનસિડી સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષદ્વાર પાસે ભક્તોની લાંબી કતારો લાગી હતી. સમગ્ર દિવસ દરમ્યાન સંખ્યાબંધ ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement