રાજકોટ જીલ્લાના ધોરાજીના બહાર પૂરા વિસ્તારમાં રહેણાક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડર લીકેજ થતા ઘરમાં આગ લાગી હતી. ધોરાજીના બહાર પૂરા વિસ્તારમાં આવેલ ખલીફા રોડ પર આવેલ રહેણાક મકાનમાં આ ઘટના બની છે.
Advertisement
ગેસ સિલિન્ડર લીકેજ થતા ઘરમાં વિકરાળ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં દાઝી જવાથી એક મહિલાનું મોત થયું છે. હાલ મહિલાના મૃતદેહને પી. એમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાંજ ધોરાજીના ડેપ્યુટી કલેકટર મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.