દાદાના મંત્રીમંડળમાં 4 મંત્રી 10 પાસ, 12 મંત્રી ગ્રેજ્યુએટ અને 2 મંત્રી પીએચ.ડી.
મંત્રીમંડળમાં સૌથી ઓછું ભણેલા નેતા હર્ષ સંઘવી, મુખ્યમંત્રી સહિત 4 મંત્રીએ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ શપથ લેનારા મંત્રીઓમાં કોણ કેટલુ ભણેલુ છે તેના લઇને આખા ગુજરાતમાં ઉત્સુકત જોવા મળી રહી છે. જો કે, આ મંત્રીમંડળમાં ધો.9 સુધી અભ્યાસ કરવાથી લઇને પીએચડી સુધીના નેતાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે.
આ મંત્રીમંડળમાં ચાર મંત્રીઓ ધો.10 પાસ છે તો 12 મંત્રીઓ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. તો વળી બે મંત્રી પોસ્ટ ગ્રેજ્યુએટ અને બે મંત્રીએ પીએચડી કર્યુ છે. દાદાના આ મંત્રીમંડળમાં સૌથી ઓછુ ભણેલા મંત્રીમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે. તેમણે ધો.9 સુધીનો અભ્યાસ કર્યો છે. તો ડો. મનીષાબેન વકીલ, ડો.જયરામ ગામીત અને ડો.પ્રદ્યુમન વાજા જેવા ઉચ્ચ ડિગ્રી મેળવેલા મંત્રીઓ પણ મંત્રીમંડળમાં સ્થાન પામેલ છે. અને એક મંત્રી પૂર્વ આઇપીએસ અધિકારી છે. જયારે મુખ્યમંત્રી સહિત ચાર મંત્રી ડિપ્લોમાં થયા છે.
