ચોટીલામાં વૃધ્ધે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
01:43 PM Jun 11, 2025 IST | Bhumika
મોરબીના આમરણમાં યુવાને પોતાની જાતે હાથમાં છરીથી કાપા માર્યા
Advertisement
ચોટીલામા આવેલી ચિત્રકુટ સોસાયટીમા રહેતા વૃધ્ધે માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ અંગે મળતી વિગત મુજબ ચોટીલામા આવેલી ચિત્રકુટ સોસાયટીમા રહેતા ગોવિંદભાઇ પિતાંબરભાઇ નાઢા (ઉ.વ. 90) પોતાનાં ઘરે હતા ત્યારે રાત્રીનાં સમયે માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
Advertisement
બીજા બનાવમા મોરબીનાં આમરણ ગામે રહેતા મહંમદકાસીક હુશેન સૈયદ નામનો 19 વર્ષનો યુવાન પોતાનાં ઘરે હતો. ત્યારે કોઇ અગમ્ય કારણસર પોતાની જાતે હાથમા છરી વડે કાપા મારી લીધા હતા. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement