For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છોટાહાથીમાં સામાન ઉપર બેઠેલા યુવકનું માથુ નાળાની રેલિંગ સાથે ભટકાતાં મોત

05:47 PM Feb 03, 2024 IST | Bhumika
છોટાહાથીમાં સામાન ઉપર બેઠેલા યુવકનું માથુ નાળાની રેલિંગ સાથે ભટકાતાં મોત

હેમુ ગઢવી હોલમાં આયોજિત કાર્યક્રમમાં કેટરર્સના કામે જતા યુવકને કાળ ભેટ્યો

Advertisement

શહેરમાં આવેલા એસ્ટ્રોન ચોકના નાલામાંથી પસાર થઈ રહેલા છોટા હાથીમાં ગોઠવેલા સામાન ઉપર બેઠેલા યુવકનું માથું નાલાની રેલીંગ સાથે અથડાતા યુવકનું કરૂૂણ મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાં રહેતા મણિલાલ પન્નાલાલ કોટડીયા નામનો 32 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં છોટાહાથીમાં ભરેલા સામાન ઉપર બેસીને એસ્ટ્રોન ચોકના નાલામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મણીલાલ કોટડીયાનું માથું લોખંડની રેલીંગ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મણિલાલ કોટડીયા મૂળ રાજસ્થાનનો વતની હતો. બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્ર છે મણિલાલ કોટડીયા કેટરીંગ સર્વિસનું કામ કરે છે અને હેમુ ગઢવી હોલમાં આયોજિત કાર્યક્રમમાં કેટરીંગના કામ માટે જતો હતો ત્યારે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement