રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઈન્ચાર્જ કુલસચિવે કાયમી બનવા ઉંમરની જોગવાઈ દૂર કરી, રોહિત રાજપૂતનો આક્ષેપ

04:44 PM Nov 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલસચિવે કાયમી કુલસચિવ બનવા માટે ઉંમરની જોગવાઈમાં ચેડા કરી ફેરફાર કર્યો હોવાનું આક્ષેપ સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યું છે રોહિત રાજપૂતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ ડોડિયાને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, યુજીસી દ્વારા કાયમી કુલસચિવની ભરતીમાં સ્પષ્ટ કહ્યું છે કે 57 વર્ષથી વધુ ઉંમરના હોય તે કાયમી કુલસચિવ તરીકે ફોર્મ ન ભરી શકે તેમ છતા હાલના કાર્યકારી કુલસચિવ ડો. રમેશ પરમારે પોતે મહેકમ વિભાગ સંભાળતા હોવાથી ઉંમરની જોગવાઈ રદ કરી ચેડા કર્યા છે.

કુલપતિને થયેલી રજૂઆતમાં જણાવાયુ છે કે, તા.27 જૂન, 2019 ના રોજ રજિસ્ટ્રારની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે યુનિવર્સિટી દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા કરીને રજિસ્ટ્રારની ભરતી કરવામાં આવી હતી. આ જાહેરાત વખતે યુનિવર્સિટી દ્વારા કુલસચિવની ભરતી માટે અરજી કરતી વખતે કુલસચિવની ઉંમર 57 વર્ષથી વધુ ન હોય તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હતી. ભારત સરકારના યુનિવર્સિટીઓનું નિયંત્રણ કરતાં યુજીસી દ્વારા પણ સમગ્ર દેશની યુનિવર્સિટીઓમાં કુલસચિવની નિયુક્તિ માટે ઉંમરની જોગવાઈ સ્પષ્ટ દર્શાવવામાં આવેલ છે અને તે મુજબ અરજી કરતી વખતે કુલસચિવ માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 57 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ભારત સરકાર દ્વારા કુલસચિવ સહિતની મહત્વની જગ્યાઓની ભરતી માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે અને તે મુજબ કુલસચિવની જગ્યા ઉપર અરજી કરનાર વ્યક્તિની ઉંમર 55 વર્ષથી નાની હોય તે ફરજિયાત છે. આવી સ્પષ્ટ જોગવાઈઓ અને પરંપરા હોવા છતાં હાલમાં આપવામાં આવેલી જાહેરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલસચિવે કે જેઓ મહેકમ વિભાગ પણ સાંભળે છે તેમણે આપને ગેરમાર્ગે દોરીને જાહેરાતમાંથી ઉંમરની જોગવાઈ દૂર કરી અને ગેરમાર્ગે દોર્યા છે. જો ઉંમરની જોગવાઈ દૂર કરે તો પોતે અરજી કરી શકે. જેથી યુનિવર્સિટીના નીતિ વિષયક બાબતો નક્કી કરતાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં આવી કોઈ જોગવાઈનો સુધારો કર્યા વગર પોતાની રીતે ઉંમરની બાબતમાં ફેરફાર કરીને જાહેરાતમાં 57 વર્ષની ઓછી વ્યક્તિ અરજી કરી શકે તે જોગવાઈને રદ કરી દીધી છે. જે અરજી આવેલી છે તે પૈકી 57 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની ઉમેદવારી / અરજી રદ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

Tags :
General Secretarygujaratgujarat newsrajkotrajkot newssaurashtra university
Advertisement
Next Article
Advertisement