બોટાદમાં સ્કૂલ સંચાલકે શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી તેના ભાઇ પાસેથી એક લાખ પડાવ્યા
તારી બહેનના બિભત્સ ફોટા અને વીડિયો છે વાઇરલ કરી દઇશ કહી ધમકી આપી
બોટાદની એક વિદ્યાલયના 2 સંતાનના પિતા સંચાલકે શાળામાં અભ્યાસ કરાવાવ માટે આવતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી બિભત્સ વીડિયો ઉતારી તેણીના ભાઇને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂૂ.1 લાખ પડાવ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.
બોટાદમાં આવેલી એક વિદ્યાલના સંચાલક જયદેવ કેતનભાઇ જોશીએ તેની સ્કૂલમાં ધો.2માં અભ્યાસ કરાવવા માટે આવતી મહિલાને રૂૂ.4500ના પગારે રાખી હતી. દોઢ વર્ષ સુધી આ મહિલાએ નોકરી કરી હતી. અઢી મહિના પહેલા મહિલાના પરિવારને તેના અને સંચાલકના સબંધો વિશે જાણ થતાં સ્કૂલ છોડાવી દીધી હતી. તા.8 જૂનના આ મહિલાના ભાઇને સંચાલક જયદેવ જોશીએ તમારી બહેનને સ્કૂલે કેમ આવવા દેતા નથી.
મારે તેની સાથે પ્રેમસબંધ છે. તેના અસંખ્ય બિભત્સ ફોટા અને વીડિયો છે તે હું વાયરલ કરી દઇશ તેમ કહીં રૂૂ.1 લાખ માંગ્યા હતા. ગભરાયેલા યુવતીના ભાઇએ રૂૂ.80 હજાર રોકડા અને રૂૂ.20 હજાર ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તા.21 સપ્ટેમ્બરના રોજ જયદેવ જોશી મહિલાના ભાઈને મળેલ અને એક પેન ડ્રાઈવ આપી કહેલ કે આમાં તારી બહેન અને મારા બિભત્સ વિડિયો છે અને તારી બહેન હું કહું તેમજ કરશે તમારી પાસે છ એક વિઘા જેટલી જમીન છે. આ જમીનમા મારે ભાગ લેવાનો છે અને જો ભાગ ન આપવો હોય.
તો હજુ બીજા પૈસા આપવા પડશે. તેમ કહી ધમકી આપ્યાની મહિલાના ભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. હાલ સંસ્થામાં કોઈ હોદ્દા ઉપર નથી જયદેવ કેતનભાઈ જોષીએ હાલ સંચાલક કે ટ્રસ્ટીના કોઈ પણ હોદ્દા પર નથી. શાળામાં કોઈપણ પ્રકારની નોકરી કરતા નથી. તો જેણે પણ સંસ્થાને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે.