રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ

01:33 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

ભાવનગર શહેરમાં રહેતી અને રત્નકલાકાર તરીકે હિરાના કારખાનામાં કામ કરતી એક યુવતિએ તેણી સાથે કામ કરતા એક શખ્સ વિરૂૂધ્ધ લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધી બાદમાં લગ્નની ના કહ્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં રહેતી રત્નકલાકાર યુવતિએ મયુર મકવાણા નામના શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે મયુર પોતાની સાથે કામ કરતો હોય તેણે પરિચય કેળવી વિશ્વાસમાં લઈ તેણી સાથે પ્રેમ કરતો હોવાનું જણાવી તેણી સાથે લગ્ન કરશે એવું કહી વારંવાર તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યાં બાદ લગ્નની ના પાડી દીધી હતી. આ અંગે પોલીસે યુવતિની ફરિયાદ લઈ મયુર મકવાણા નામના શખ્સ સામે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsraped
Advertisement
Next Article
Advertisement