રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં બેરોજગાર શખ્સ ચરસ વેચવાના રવાડે ચડ્યો, પોલીસે પકડી લીધો

11:39 AM Oct 10, 2024 IST | admin
Advertisement

શિશુવિહાર સર્કલ પાસે ગ્રાહકને શોધતો હતો, અમદાવાદ કનેક્શન ખુલ્યુ

Advertisement

ભાવનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના શિશુ વિહાર સર્કલ પાસે આવેલ મરજાન ફેલટની બહાર ઉભો રહી ને ચરસના જથ્થાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેર જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ તથા સંગ્રહ સહિતની અસામાજિક બદ્દીઓ કડક હાથે ડામી દેવા માટે પોલીસ તંત્ર એલર્ટ રહે છે અને સતત મોનિટરિંગ પેટ્રોલિંગ સહિતની ફરજો ખડે પગે બજાવે છે ત્યારે ગતરોજ ભાવનગર એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન પોલીસ જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે, શિશુ વિહાર સર્કલ પાસે આવેલ મરજાન ફેલટની બહાર એક શખ્સ પોતાના ખિસ્સામાં ચરસ રાખી નસેડીઓને વેચાણ કરે છે.

જે માહિતી આધારે વાતમી વાળા સ્થળે પહોંચી એક શખ્સને અટકમાં લઇ નામ સરનામું પૂછવા સાથે તેની અંગજડી હાથ ધરી હતી, અટક કરાયેલ શખ્સે પોતાનું નામ અશ્વિન છનાભાઈ ડાભી ઉ.મ.30 રહે.ખેડૂતવાસ વાળો હોવાનું જણાવેલ અને તેના ખિસ્સામાંથી વિના પાસ પરમીટે ચરસ 475 ગ્રામ કિંમત રૂૂપિયા 71,250 તથા એક મોબાઇલ કિંમર રૂૂપિયા 5,000 મળી કુલ 76,250 નો મુદ્દામાલ કબજે કરી આરોપી અશ્વિનને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

જ્યારે એસોજી પોલીસએ ચરસ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે પોતે કંઈ કામ ધંધો ન કરતો હોય જેથી ખર્ચો કાઢવા માટે છૂટક ચરસ મંગાવી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું, આ સરસ અંગે અશ્વિને જણાવ્યું હતું કે, એનો મિત્ર સંજય નરશીભાઈ બાંભણિયાએ કોન્ટેક્ટ કરી કોન્ફરન્સમાં સોનગઢ ખાતે રહેતા વિક્રમભાઈ સાથે વાતચીત કરી અમદાવાદ ખાતે થી ચરસ મંગાવ્યો હોવાની કબુલાત આપી હતી, આથી, એસઓજી પોલીસે અશ્વિન છનાભાઈ ડાભી, સંજય નરશીભાઈ બાંભણિયા તથા વિક્રમ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagarpolicegujaratgujarat newspolice caught him
Advertisement
Next Article
Advertisement