રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલીના દેવગામમાં શ્ર્વાને બાળક પર હુમલો કરી બચકાં ભર્યા

12:29 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણી બાદ શ્વાનનો આતંક વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને શ્વાન ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે અમરેલી તાલુકાના દેવગામમાં ખેત મજૂર પરિવારનો અઢી વર્ષનો બાળક વાડીમાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક શ્વાને આવીને બાળક પર હુમલો કરી દીધો હતો. બાળકને કેટલાય બચકા ભરી લીધા હતા. જોકે, પરિવારજન તાબડતોબ આવી પહોંચતા શ્વાન ત્યાથી નાસી ગયો હતો. બીજી તરફ બાળકને ગંભીરઈજા પહોંચતા તેને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં બાળકને 23 ટાકા લેવાની ફરજ પડી હતી. હાલ બાળકની સારવાર ચાલી રહી છે.

અગાવ અમરેલી જિલ્લામાં શીતલ, લાઠી, ધારી, કુંકાવાવ વિસ્તારમાં અનેક બાળકો ઉપર શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓ બની હતી. આજે વધુ એક બાળક પર શ્વાને હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Tags :
amreli newsChilddog attackgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement