For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેંદરડાના અમરગઢમાં યુવકને આખલાએ ઢીંકે ચડાવતા ગંભીર ઇજા

12:50 PM Jul 11, 2024 IST | Bhumika
મેંદરડાના અમરગઢમાં યુવકને આખલાએ ઢીંકે ચડાવતા ગંભીર ઇજા
Advertisement

જસદણના જંગવડમાં પતિ સાથે ફોનમાં વાત કરતી પરિણીતાએ ભૂલમાં ઝેરી દવા પી લીધી

મેંદરડાના અમરગઢ ગામે રહેતા યુવકને આખલાએ ઢીંકે ચડાવતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ બાદ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર મેંદરડા તાલુકાના અમરગઢ ગામે રહેતા દશરથ ભીખાભાઇ પરમાર નામનો 40 વર્ષનો યુવાન સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતો. ત્યારે આખલાએ ઢીંક મારી પછાડી દીધો હતો. ગંભીર રીતે ઘાવયેલા યુવાનને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દશરથ પરમાર બે ભાઇ એક બહેનમાં વચ્ચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જસદણના જંગવડ ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી ગીતાબેન ઘેલશીંગ બામણીયા (ઉ.વ.20) સવારના દશેક વાગ્યાના અરસામાં વાડીએ હતી. ત્યારે વતનમાં ગયેલા પતિ સાથે ફોનમાં વાત કરતા કરતા ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement