અમદાવાદમાં ડિલિવરી બોયે યુવતીને પ્રાઇવેટ પાર્ટ બતાવી કહ્યું, મેડમ મને મદદ કરો!
વરસતા વરસાદ વચ્ચે બનેલી ચોંકાવનારી ઘટના
કોલકાત્તા મહિલા ઈન્ટર્ન તબીબની હત્યાની ઘટનાથી હજી કળ વળી નથી, ત્યાં અમદાવાદમાં મહિલાઓની સલામતી પર પ્રશ્ન ઉઠાવતો કિસ્સો બન્યો છે. અમદાવાદની એક યુવતીને જોમેટો ડિલીવરી બોયનો કડવો અનુભવ થયો.
એક્સ પર પોસ્ટમાં યુવતીએ કહ્યું કે, આ ઘટના ત્યારે બની હતી, જયારે અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, અને મંગળવારે મોડી રાતે તેણે કોફી ઓર્ડર કરી હતી. જોકે, ડિલીવરીમાં મોડું થતા, તેણે ડિલીવરી બોયની પરિસ્થિતિને સમજી હતી, મોડા આવવા પર કોઈ વાંધો ઉપાડ્યો ન હતો.
યુવતીએ કહ્યું કે, શ્વેતંગ જોશી નામના ડિલીવરી એજન્ટે વારંવાર પોતાના પગ તરફ ઈશારા કર્યા અને ઈજાનો ઉલ્લેખ મહિલા સામે કર્યો. મહિલાએ આરોપ લગાવ્યો કે, બાદમાં તેણે ડ્રાઈવરના પગ પર પોતાની ટોર્ચ મારી અને પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવી રહ્યો હતો. તે હસી રહ્યો હતો અને મને મજાકિયા અંદાજમાં કહી રહ્યો હતો કે, મેડમ કૃપા કરીને મદદ કરો. આ બાદ તેણે ણજ્ઞળફજ્ઞિં કંપનીને આ વિશે જાણ કરી હતી.
મહિલાએ કહ્યું કે, ઝોમાટોએ કહ્યું કે તેઓ બંને બાજુથી પરિસ્થિતિ સાંભળશે, યુવતીએ કહ્યું હું ઇચ્છું છું કે તરત જ પગલાં લેવામાં આવે. પરંતુ એક મહિલા હોવાને કારણે આગળની સૂચના સુધી રાહ જોવાનું કહેવામાં આવે તે ઘૃણાજનક અને અમાન્ય છે. મહિલાએ જણાવ્યું કે, તેણે આ બાબતની જાણ જોમેટો કંપનીને કરી હતી. હું તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગતી હતી. પરંતુ મને આગળની સૂચના સુધી રાહ જોવાનું કહેવાયું હતું. બાદમાં ઝોમાટોએ મને જાણ કરી કે, તેમણે ડિલીવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો છે, તેમજ તેનું લાયન્સ પણ સસ્પેન્ડ કરી દીધું છે.