ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદમાં પેસેન્જર ભરેલી BRTS બસમાં સ્પાર્ક થતા ભળભળ સળગી

04:01 PM Oct 18, 2024 IST | admin
Advertisement

10 પેસેન્જરનો બચાવ: મેઇન રોડ પર ઘટનાથી રસ્તા પર દોડધામ-ચક્કાજામ

Advertisement

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આપેલ ચોખા બજાર નજીક સવારે મુસાફરો ભરેલી બીઆરટીએસ બસમાં આગ લાગતા અફડા તફડી મચી ગઇ હતી. આગ લાગતા ડ્રાઇવરે બસ ઉભી રાખી તાત્કાલિક મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આ લાગવાથી અડધો ક્લાક માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યો હતો.
બીઆરટીએસ બસ નં. જે 55 ભાડજથી નરોડા રૂૂટની હતી.

બસ ચાલુ હતી ત્યારે પાછળના ભાગે સ્પાર્ક થયાનું જણાતા ધુમાડો નીકળવા લાગ્યો હતો. આથી ડ્રાઈવરે સમય સૂચકતાથી મુસાફરોને બહાર કાઢી ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા ફાયરને જાણ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણે આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. કાલુપુર તરફ જવાનો રોડ 30 મિનિટ માટે બંધ કરવો પડ્યો પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજાથી કાલુપુર તરફ જવાના રોડ પર શાક માર્કેટ અને ચોખાબજાર તેમજ તેલબજાર એવી અનેક માર્કેટ આવેલી છે.ે દિલ્હી દરવાજા તરફથી આવતા ટ્રાફિકમાં ફાયર બ્રિગેડની ટીમ 10 મિનિટ મોડી પડી હતી. આગ લાગવાના કારણે કાલુપુર તરફ જવાનો રોડ 30 મિનિટ માટે બંધ કરવો પડ્યો હતો.

Tags :
ahemdabadnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement