લોધિકાના મેટોડામાં ગુસ્સામાં ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
લોધિકાના મેટોડા જીઆઈ ડીસીમાં આવેલ સૂર્ય પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગુસ્સામાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના મેટોડા જીઆઈડીસીમાં આવેલી સુર્ય પાર્ક સોસાયટીમાં રહેતી સ્નેહબેન ભાવીનભાઈ નામના 34 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ગુસ્સામાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.આ ઉપરાંત બીજા બનાવમાં સાયલા તાલુકાના કાનપર ગામે રહેતી કાજલબેન ગીગાભાઈ ચૌહાણ નામની 17 વર્ષની સગીરા રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ભુલથી ફિનાઈલ પી લીધું હતું. સગીરાની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.