હેલ્મેટનો કાયદો લાગુ કરતા પહેલા રસ્તાઓની હાલત સુધારો : હર્ષ મકવાણા
રાજકોટ શહેરમાં આજે થી હેલ્મેટનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમને લઈને સામાજિક યુવા અગ્રણી Harsh Makwanaએ સરકાર સામે પોતાની આપત્તિ દર્શાવી છે, Harsh Makwanaનું કહેવું છે કે, જો માત્ર હેલ્મેટ પહેરવાથી જ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થતી હોત તો કોઈ વાંધો નહોતો, પરંતુ હકીકતમાં ખતરો તો દારૂૂ, ડ્રગ્સ અને તમાકુ જેવી વસ્તુઓથી છે, જ્યારે તમાકુના પેકેટ પર જ સ્પષ્ટ લખેલું છે કે ‘તમાકુથી કેન્સર થઈ શકે છે, તો સરકાર પહેલા તેના પર પ્રતિબંધ કેમ નથી લાદતી? જનતાની અસલ માંગ આ જીવલેણ વસ્તુઓને બંધ કરાવવાની છે.
તેમણે આગળ કહ્યું કે, સરકારને ફક્ત હેલ્મેટનો નિયમ લાદવાને બદલે રસ્તાઓની હાલત સુધારવા પર પણ ધ્યાન આપવું જોઈએ, આજે નેશનલ હાઈવે (NH) અને સ્ટેટ હાઈવે જ એટલા ખરાબ છે તો શહેર અને ગામની ગલીઓની સ્થિતિ કેવી હશે તે વિચારવાની વાત છે, ખરાબ રસ્તાઓ પર અકસ્માત થવું સામાન્ય વાત છે, અને તેના પર ફક્ત હેલ્મેટનો નિયમ લગાવી દેવું કોઈ ઉકેલ નથી.
Harsh Makwanaનો સ્પષ્ટ મત છે કે આ હેલ્મેટનો નિયમ જનતાની સુરક્ષા કરતા વધુ સરકારની આવક વધારવાનો સાધન છે, હકીકતમાં જરૂૂર છે જનતાની સુરક્ષાના મૂળ કારણોને દૂર કરવાની પછી તે જીવલેણ નશા પર રોક લગાવવી હોય કે તૂટી ગયેલા રસ્તાઓની મરામત કરવી હોય.