ટેરિફ વોર સામે ઉદ્યોગોને ટકાવવા વિવિધ સ્ક્રિમની અમલવારી જરૂરી
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ઉત્તર આફ્રિકન દેશો સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ નિકાસકારોને પ્રોત્સાહન આપશે : રાજકોટ ચેમ્બરના સૂચનો
ભારત દેશ નિકાસક્ષેત્રે ખુબ જ નોંધપાત્ર પ્રગતિ કરી રહી રહ્યું છે તેમજ સરકાર દ્વારા નિકાસકારોને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં અમેરીકા સાથે ચાલી રહેલ ટેરીક વોરમાં નિકાસકારોને રાહતની સાથે વધુ વેગવંતુ બનાવવા તેમજ અન્ય દેશોમાં ઉદ્યોગોને વિકસાવવા માટે વિવિધ સ્કીમોનું અમલીકરણ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલ તથા સાંસદ સભ્ય પરષોતમભાઈ રૂપાલાને વિવિધ રજુઆતો કરવામાં આવેલ છે.
ચેમ્બરે કરેલ રજૂઆતમાં સૂચન કર્યા છે. જેમાં નિકાસકારો દ્વારા કરવામાં આવેલ પી અને પોસ્ટ શીપમેન્ટ નિકાસ માટે લેવાય લોન અંતર્ગત 3% વ્યાજ સહાય પુરી પાડતી Interest Equalization Scheme સ્કીમ 31-12-2024 ના રોજ પુર્ણ થઈ ગઈ છે. જે તાત્કાલીક ફરી શરૂૂ કરી તા. 01-01-2025 થી તેના લાભો આપવા
જુની મશીનરી ખરીદનાર નવા ઉદ્યોગ સાહસીકોને કોઈપણ બેન્કમાંથી વર્કિંગ કેપીટલ મળતી નથી. જેના કારણે તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહી છે. કારણ કે, તેઓએ મશીનરી લોનનો લાભ લીધો નથી. આથી મશીનરી લોનનો આગ્રહ રાખ્યા વગર તેઓને વર્કિંગ કેપીટલ મળ વી જોઈએ.
સરકાર દ્વારા ચોકકસ સિસ્ટમ વ્યાખ્યાતી કરી છે જેમ કે, નિકાસકારો માટે EDPMS અને આયાતકારો માટે IDPMSઆ સિસ્ટમો દરેક નિકાસ અને આયાતને ટ્રેક કરે છે. પરંતુ નિકાસકારો-આયાતકારો આ સિસ્ટમમાં સીધા જ પોતાનો ડેટા ચકાસી શકતા નથી. આ અવરોધનું તાત્કાલીક નિરાકરણ લાવવું જરૂૂરી છે. જેથી કરીને તેમાં ભુલો સુધારી કરી શકાય, ચુકવણીઓ મેળ વી શકાય અને નિયમોનું પાલન કરી શકાય.
નિકાસકારો દ્વારા આંતર રાષ્ટ્રિય સ્તરે એક્ઝીબીશન, સેમીનારો, ટ્રેડફેર તેમજ અન્ય નિકાસ સબંધીત હેતુઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય આપવી. તેમજ નિકાસકારો દ્વારા ભાગ લીધેલા એક્ઝીબીશનો, ટ્રેડ ફેર વિગેરેની સંખ્યાને ધ્યાનમાં લીધા વગર આવા ખર્ચની ભરપાઈ કરવી. જેથી કરીને નિકાસને વધુ વેગ મળે અને સ્પર્ધાત્મકતાને વધુ મજબુત બનાવી શકાય.
મોર કકો, ઈજિપ્ત, અલ્જેરીયા વિગેરે જેવા ઉત્તર આફ્રિકાના દેશો સાથે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ કરવા હાલના સમયમાં ખુબ જ જરૂૂરી છે. ખાસ કરીને વર્તમાન વૈશ્વીક પરિસ્થિતીને ધ્યાનમાં લેતા આવા ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ નિકાસકારોને ખુબ જ પ્રોત્સાહન આપશે.
મર્ચેટીંગ ટ્રેડટ્રન્ઝકેશન (MTT)માં એક ખાસ પ્રકારનોવૈશ્વીક વેપાર સામેલ છે. જ્યાં માલ ભારતના કસ્ટમ્સ ક્ષેત્રમાં પ્રવેશ્યા વગર સીધા એક વિદેશી દેશમાંથી બીજા દેશમાં જાય છે. ખાનગી બેન્કો દ્વારા જરૂૂરી વ્યવહારો યોગ્ય સમયે થતા નથી અને રાષ્ટ્રિકૃત બેન્કોમાં ઘણી પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. તો આવા કેસોમાં સમગ્ર વ્યવહાર પ્રક્રિયા સરળ કરવી જોઈએ કારણ કે, સ્વાભાવીક રીતે નિકાસકારો દ્વારા ડોલરના ક્ધવર્ઝન રેટમાં મેળવેલ નફો ભારત દેશમાં થવાનો છે.
તેથી આવા વેપારને મંજુરી આપવી જોઈએ. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.