For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂ

11:25 AM May 29, 2025 IST | Bhumika
સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂ

નિવાસી અધિક કલેકટરએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી

Advertisement

રાજ્યમાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જઈ રહી છે. જે અંગે ગીર સોમનાથ જિલ્લામાં પણ 153 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની છે. જેને લઈને ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે આજથી જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની શરૂૂઆત થઈ છે.

ચૂંટણી પંચના નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે આજે પ્રાંત કચેરી ખાતે પત્રકાર પરિષદમાં તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી દ્વારા માટે કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર વિગતો આપી હતી.

Advertisement

તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે સભા-સરઘસ, લાઉડ સ્પીકર, પોસ્ટર વગેરે અંગે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર નિર્ધારિત કરવામાં આવેલી કાર્યરીતિને અનુસરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ આ માટેના નોડલ અધિકારીઓ ની પણ નિમણૂક કરવામાં આવી છે. જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કાર્ય કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં તારીખ 22 જૂનના રોજ મતદાન યોજાશે, 25 જૂનના રોજ મતગણતરી યોજાશે અને 27 જૂનના રોજ સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણી માટે તંત્ર દ્વારા સુવિધાઓ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે અને તે અનુસાર આ ચૂંટણી યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement