કાળઝાળ ઉનાળાની અસર; કમળો, ઝાડા-ઉલ્ટીના 174 કેસ
હીટવેવ દરમિયાન પાણી જન્ય રોગચાળાથી બચવા મનપાએ માર્ગદર્શિકા જાહેર કરી
કાળઝાળ ઉનાળાના કારણે પાણીજન્ય રોગચાળાના સતત વધારો જોવા મળી રહ્યો છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન બહાર આવેલા આંકડાઓ મુજબ ગરમીમાં વધુ પાણી પીવાના કારણે પાણીજન્ય રોગચાળો વકરતા કમળો, ઝાડા-ઉલ્ટીના નવા 174 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ 1, ચીકનગુનિયા 1, શરદી ઉધરસ 548 અને સામાન્ય તાવના 684 નવા દર્દીઓ નોંધાતા મચ્છર ઉત્પતિ અને ગંદકી સબબ 274 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.21/4/2025 થી તા.27/04/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 21,236 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 182 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 569 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂબલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 179 અને કોર્મશીયલ 95 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
હીટવેવને અનુલક્ષીને આરોગ્યલક્ષી માર્ગદર્શિકા
હાઇડ્રેટેડ રહો, જ્યારે પણ શક્ય હોય ત્યારે પુરતું પાણી પીઓ, મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો, ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશનનો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસલસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો, બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિઓ ટાળો, ખુલ્લા પગે બહાર ન જાવ, દિવસના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. તેમજ રસોઈ વિસ્તારમાં હવાની પુરતી અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો, આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા વધુ પ્રમાણમાં ખાંડવાળા પીણાં ટાળો જે શરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં દુ:ખાવો થઈ શકે છે, વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ, પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે, ખુબ પરસેવો થવો, અશક્તિ લાગવી અને સ્નાયુમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, ચામડી લાલ સુકી અને ગરમ થઈ જવી, ઉબકા અને ઉલ્ટી થવી સહિતના લક્ષણો હોય ત્યારે ઝાડા-ઉલ્ટીમાં ઓઆરએસનું સેવન કરવું તેમજ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ.