For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જનાક્રોશની અસર: આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયું

04:17 PM Apr 30, 2025 IST | Bhumika
જનાક્રોશની અસર  આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયું

Advertisement

શહેરના વોર્ડ નં. 13માં આવેલ આંબેડકરનગરમાં છેલ્લા ઘણા સમયથી નળમાં દુષિત પાણી આવવાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતા ગઈકાલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની અધ્યક્ષતામાં મહિલાઓએ દુષિત પાણીની બોટલ ભરી વોર્ડ ઓફિસ ખાતે વિરોધ સાથે રજૂઆત કરી જો નિરાકરમ નહીં આવે તો કમિશનરની કચેરીમાં પાણી રેડશુ તેવી ચીમકી ઉચ્ચારતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને ફક્ત 12 કલાકમાં કામગીરી હાથ ધરી હતી. સવારથી પાણી વિતરણ શરૂ કરે જે શુદ્દપાણી દરેકના નળમાં આવતા મહિલાઓમાં આનંદની લાગણી છવાઈ હતી અને અમુક આખાબોલી મહિલાઓએ ચમત્કાર વગર નમસ્કાર નતી તે સુત્ર સાચુ પડ્યું છે. તેમ જમાવ્યું હતું. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement