ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતમાં ભારત બંધની અસર…સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી, આદિવાસી વિસ્તારો સજ્જડ બંધ

01:23 PM Aug 21, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર લાગુ કરવાના નિર્ણય વિરૂદ્ધ દલિત-આદિવાસી સંગઠનોએ 14 કલાક માટે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ,વડોદરા, સુરત, સુરેન્દ્રરનગર,પાટણ, ભાવનગર, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે. જેમાં વિપક્ષ પણ સામેલ છે.

સુરેન્દ્રનગરમાં ભારત બંધની અસર જોવા મળી હતી. સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાસ્ટર વિસ્તારની મહિલાઓએ ટ્રેન રોકી હતી. સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં મહિલાઓ રેલવે ટ્રેક ઉપર બેસી ગઇ હતી. ટ્રેન રોકવામાં આવતા પોલીસ, રેલવે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓને ટ્રેક પરથી ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

ભારત બંધના એલાન બાદ 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે કેટલીક દુકાનો બંધ રહેવા સાથે કેટલીક દુકાનો ખુલ્લી રહેતા બંધની નહિવત અસર જોવા મળી હતી. ગિરિમથક સાપુતારા પ્રવાશન ઉદ્યોગને કારણે લારી ગલ્લા- હોટલો ખુલ્લી રહી હતી.

અરવલ્લીમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. ભિલોડા સજ્જડ બંધ રહ્યું હતું. ડીસામાં દલિત સમાજના લોકોએ બાબા આંબેડકર સ્ટેચ્યુ નજીક પ્રદર્શન કર્યું હતું. ડીસા દક્ષિણ પોલીસ પ્રદર્શન સ્થળે પહોંચી હતી અને પોલીસે પ્રદર્શન કરનારા કાર્યકરોની અટકાયત કરી હતી. બનાસકાંઠામાં પણ અનેક જગ્યાએ ભારત બંધની અસર જોવા મળી હતી. ઇકબાલગઢ બજાર સજ્જડ બંધ રહ્યું હતું.

બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. હડાદ ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. બીરસા મુંડા ગ્રુપ અને હડાદ વેપારી એસોસિએશને બંધને સમર્થન આપ્યું હતું. ભારત બંધનું સુરતના ઉમરપાડા તાલુકામાં પણ સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદ ગ્રામ્યના બાવળા-ધોળકા-સાણંદ તાલુકામાં પણ એસટી એસસી સમાજના સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. વહેલી સવારથી જ ધોળકા-બાવળા-સાણંદ સહિતના વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી હતી.

Tags :
Bharat Bandhgujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Advertisement